ગુજરાત
News of Wednesday, 22nd May 2019

નકલી નોટ છાપવાના કેસમાં આરોપી રાહુલ પંડ્યાને મિરઝાપુર કોર્ટે સાત વર્ષની સજા ફટકારી

નકલી નોટ લઇને રાહુલ આનંદનગરની બેંકમાં પહોંચ્યો :ગણતરી વખતે ચેક કરતા તમામ બંડલની નોટો નકલી નીકળી

અમદાવાદઃ નોટબંધી પહેલા નકલી નોટોના કેસમાં પકડાયેલા આરોપી રાહુલ પંડ્યાને મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે ફેક કરન્સીના ગુનામાં દોષિત ઠેરવી આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ 25 હજાર રૂપિયા દંડ પેટે ભરવાનો હુકમ પણ કર્યો છે.

  કેસની માહિતી મુજબ આરોપી રાહુલ પંડયાએ પોતાના ઘરમાં જ બંદ બારણે નકલી નોટો છાપવાનો ગોરખ ધંધો શરૂ કર્યો હતો. જેમાં તે નોટ બંધી પહેલાની 1000 અને 500ની નકલી નોટો બનાવતો હતો. અંદાજે 50 હજાર રૂપિયા રોકડા અને એ પણ નકલી રૂપિયા લઈ આરોપી રાહુલ પંડયા આનંદ નગર પાસેની ICICI બેંકમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે બેંક મેનેજરને નોટોનો બંડલ આપી હતી. જેની ગણતરીના વખતે બેંક મેનેજરને નોટોના બંડલ પર શંકા જતા તેણે તમામ નોટોનું બારીકાઈથી ચેક કરતા તેને ખબર પડી હતી કે નોટોના બંડલમાં મોટા ભાગે તમામ નોટો ફેક છે

(2:07 pm IST)