ગુજરાત
News of Wednesday, 22nd May 2019

વડોડરામાં સતત બીજા દિવસે પાણીકાપથી 5 લાખ લોકો ભરઉનાળે પીવાના પાણીથી વંચિત

જામ્બુવા, જીઆઇડીસી, કપુરાઇ, નાલંદા, ગાજરાવાડી, તરસાલી, બાપોદ અને મકરપુરા ગામ બુસ્ટર, દંતેશ્વર બુસ્ટર પરથી પાણીનું વિતરણ બંધ

વડોદરા: નિમેટા પ્લાન્ટ નં-2ની સફાઇની સાથે કોર્પોરેશને બે દિવસનું શટડાઉન લેતા નાલંદા ટાંકીના તૂટેલા ભાગનું  રિપેરિંગ કરવામાં આવશે.આજે બીજા દિવસે પણ પાણીનું કાપ યથાવત રહેતા 5 લાખથી વધુ લોકો પીવાના પાણીથી વંચિત રહ્યાં છે

  વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને છેલ્લા ચાર મહિનાથી પીવાનું ગંદુ અને દુષિત પાણી મળી રહ્યું છે.તેથી નિમેટા ફિલ્ટર પ્લાન્ટ નં.૨ ખાતે સફાઇ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ૨૧ અને ૨૨ મેના રોજ આમ બે દિવસ સુધી આશરે 5 લાખ લોકોને બે દિવસ સુધી સાંજના અને સવારમાં પીવાનું પાણી નહીં મળે.બે દિવસ સુધી કોર્પોરેશન દ્વારા શટડાઉન લેવામાં આવ્યું છે જેથી કોર્પોરેશન નાલંદા ટાંકીના બે અન્ડરગ્રાઉન્ડ સમ્પનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.વડોદરા શહેરની જનતાને સતત બીજા દિવસે પણ ભર ઉનાળે પાણી કાપ સહન કરવો પડી રહ્યો છે.

      આજે શહેરના જામ્બુવા, જીઆઇડીસી, કપુરાઇ, નાલંદા, ગાજરાવાડી, તરસાલી, બાપોદ અને મકરપુરા ગામ બુસ્ટર, દંતેશ્વર બુસ્ટર પરથી પાણીનું વિતરણ કરી શકાશે નહીં. આ વિસ્તારોમાં તા.૨૨ના રોજ સાંજે પાણી લો પ્રેશરથી ઓછા સમય માટે અપાશે. આમ બે દિવસ દરમિયાન આશરે અઢી કરોડ લિટર પાણીની ઘટશે. શટડાઉનને લીધે ભરઉનાળે લોકોને પાણીની તકલીફ વેઠવી પડશે.

(1:47 pm IST)