ગુજરાત
News of Wednesday, 22nd May 2019

અમદાવાદના બાવળા નજીક અચાનક ચાલુ બાઈકમાં આગ ભભૂકી :બે લોકોના કરૂણમોત:એક મહિલા ગંભીર

ત્રિપલ સવારી બાઇકમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાઇકસવાર આગની લપેટમાં

અમદાવાદના બાવળા નજીક અચાનક ચાલુ બાઇકમાં આગ ભભુકતા બે બાઇકસવારને લપેટમાં આવતા કરું મોત નીપજ્યું છે જયારે એક મહિલા ગંભીરરીતે દાઝ્યા છે

આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદ નજીક બાવળામાં બાઈક પર ત્રણ લોકો જઈ રહ્યા હતા,ત્યારે અચાનક ચાલુ બાઈકમાં આગ લાગી હતી બાઈક સવાર કઈ સમજે તે પહેલા તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ અને બાઈક સવારોને આગની લપેટમાં લઈ લીધા હતા અને ત્રણે લોકો ચાલુ બાઈકે રસ્તા પર નીચે પટકાયા હતા

  આગની લપેટમાં બે લોકો સંપૂર્ણ રીતે આવી જતા, રસ્તામાં જ બાઈકની સાથે ભડ ભડ સળગી ગયા, જેમના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ગાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.   
   મેઈન રસ્તા પર આ વિચિત્ર અકસ્માત થતા, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા, પરંતુ આગમાં સળગી રહેલા લોકોને બચાવવાની કોઈની હિમ્મત ન ચાલી. હાલમાં પોલીસ ઘટના સ્થળ પહોંચી સમગ્ર ઘટના કેવી રીતે બની, બાઈક પર કોણ સવાર હતા તેમની ઓળખ કરવાની કોશિસ કરી રહી છે

(9:03 am IST)