ગુજરાત
News of Wednesday, 22nd May 2019

વડોદરાના વાઘોડિયામાં શ્રમજીવીની 8 વર્ષીય બાળા સાથે દુષ્કર્મ બાદ હત્યા

ઉચ્ચ અધિકારી સહીત પોલીસ કાફલો પહોંચ્યો :ડોગ સ્ક્વોડ બોલાવી આરોપીનું પગેરું શોધવા કવાયત : શ્રમજીવીઓની પણ પૂછપરછ

વડોદરાનાવાઘોડિયમાં વધુ એક બાળકી હવશનો શિકાર બની હતી. શ્રમજીવી બાળકી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા થયાની ઘટના બની છે. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથધરી છે
   મળતી માહિતી પ્રમાણે વડોદરાના વાઘોડિયાના મગનપુરા ગામની સીમમાં એક આઠ વર્ષની બાળાની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં એસપી, ડીવાયએસપી એને એલસીબીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો

  . ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથધતા બાળા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી હોવાનું જાણવા મળ્યું હતું.
    પોલીસે એસએસએલ અને ડોગ સ્કોડને પણ બોલાવી આરોપીને પકડાવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઉપરાંત પોલીસે સાથે કામ કરતા શ્રમજીવીઓની પણ પૂછપરછ આરંભી હતી. આ અંગે જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા

(9:39 pm IST)