ગુજરાત
News of Tuesday, 22nd May 2018

પાલેજમાં તસ્કરોનો તરખાટ ;બે મોબાઈલની દુકાનો અને એક પાનના ગલ્લાને નિશાન બનાવી :ચોરી CCTVમાં કેદ

આમલી સ્ટેન્ડ વિસ્તારમાં તસ્કરોએ શટરને ઊંચકાવી દુકાનોમાં હાથ ફેરો કર્યો

 

ભરૂચ જિલ્લાના પાલેજમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે બે મોબાઇલની દુકાન તથા એક પાનના ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મતાનો હાથ ફેરો કરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે ચોરીની સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ છે

   જાણવા મળતી વિગત મુજબ તા ૨૧મીની મોડી રાત્રીના પાલેજના આમલી સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી બે મોબાઇલની દુકાન તથા એક પાનના ગલ્લાના શટરોને કોઇ અજાણ્યા ઇસમે હથિયાર વડે ઉંચા કરી, વાંકા વાળી, દુકાનોમાં પ્રવેશી રોકડ રૂપિયા ૨૫,૦૦૦ તથા મોબાઇલ નંગ અંદાજીત કિંમત રૂપિઅયા ,૫૦૦ મળી કુલ રૂપિયા ૩૦,૫૦૦ ની મત્તાનો હાથ ફેરો કરી પલાયન થઇ ગયો હતો. સંદર્ભે પાનના ગલ્લાના માલિક રહીમખાં રહેમાનખાં પઠાણે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ સંદર્ભે વધુ તપાસ પાલેજ પોલીસ મથકના પો... વી.જે. પુરોહિત ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ આવેલા ટંકારીયા ગામમાં પણ બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જ્યારે આજે પાલેજના હાર્દસમા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલી ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે એવી નગરજનો સહિત ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે

(9:41 pm IST)