ગુજરાત
News of Tuesday, 22nd May 2018

બોરસદના કિંખલોડમાં હારજીતનો જુગાર રમતા 19 શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપ્યા

આણંદ: બોરસદ તાલુકાના કિંખલોડમાં પત્તા-પાનાનો જુગાર રમી રહેલા 19 શખ્સોને એસઓજીએ બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. જોકે, જુગાર રમાડતો મુખ્ય સુત્રધાર ફરાર થઈ ગયો હતો. પોલીસે રોકડા રૂા. 1.12 લાખ તથા મોબાઈલ અને બાઈક કબ્જે કરી તપાસ હાથ ધરી છે. આણંદ એસઓજીના પોલીસ ઈન્સ્પેક્ટર વિષ્ણુદાન ગઢવીએ આ મામલે વાત કરતા જણાવ્યું હતું કે, કિંખલોડમાં કનુ ઉર્ફે કલીયો ફતેસિંહ પરમાર પત્તા-પાનાનો જુગાર રમાડતો હોવાની મને બાતમી મળી હતી.

જેના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં 19 શખ્સ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. કનુ ઉર્ફે કલીયો ફરાર થઈ ગયો હતો. 19 શખ્સમાં પોપટ ઉર્ફે સુરેશ અંબાલાલ સોલંકી, બુધા ઉર્ફે બુધો વખત ઠાકોર, અમીત કેસરી પરમાર, ગણપત છગન પરમાર, અજીત પ્રવિણ પરમાર, સાજીદખાન રણજીત રાજ, નાગજી ખુમનસિંગ પઢીયાર, ભરત ઈશ્વર ગોહિલ, કેશરીસિંહ બાબુ પરમાર, આરીફ ઉર્ફે સાજો છોટુમિયાં શખે, નકેશ કાકશો પાટલી, રણછોડ રમણ પઢીયાર, દિપક જિતેન્દ્ર ચાવડા, જિતેન્દ્ર મંગળ રાજપુત, ગુમાન ઉર્ફે લાબરી ચંદુ મકવાણા, ઉમેશ ઉર્ફે કોજો કનકસિંહ ટાંટોળ, અજીત બાબુ પઢીયાર, અહેતશામ ઈલ્મુદૃીન શેખ, દિપક ભીખા પઢીયારનો સમાવેશ થાય છે. પોલીસે અંગજડતી તેમજ દાવ પરથી રોકડ રૂા. 1.12 લાખ, 16 મોબાઈલ તથા ત્રણ બાઈક મળી તમામની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

(6:06 pm IST)