ગુજરાત
News of Tuesday, 22nd May 2018

વલસાડમાં લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરનાર મહિલાને કોર્ટે 3 વર્ષની સજાની સુનવણી કરી

વલસાડ:માં રીક્ષાની લોન આપવાના બહાને એક મહિલાએ તેના સાથીદારો સાથે મળી લોકો સાથે છેતરપીંડી કરી રુ. ૪.૨૭ લાખ પડાવી લીધા હતા. આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં ૨૦ વર્ષ પછી મેજીસ્ટ્રેટે આરોપી મહિલાને ૩ વર્ષની કેદ અને રુ. ૮ હજારના દંડની સજાનો હુકમ કર્યો હતો. વલસાડના છીપવાડ ખાતે રહેતાં ઉષાબેન પ્રેમજીભાઇ વણકરે તેમના અન્ય સાથીદારો મગનભાઇ દુર્લભભાઇ જોરાવર (રહે.પારડી), રસિકભાઇ છોટુભાઇ જોરાવર (રહે પારડી) અને ધર્મેશ અરવિંદભાઇ હરિયાવાલા (રહે બીલીમોરા) સાથે મળીને પોતે જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે એવું જણાવતી હતી. અને વર્ષ ૧૯૯૫ના જુન માસમાં ગુજરાત અનુસુચિત જાતિ આર્થિક વિકાસ નિગમ લિ.ના ફોર્મ ભરી ખોટા દસ્તાવેજો બનાવી વલસાડના ધનોરી ગામના કિશોરકુમાર પટેલ સહિત અન્ય લોકો સાથે રીક્ષાની લોન અપાવવાના નામે છેતરપિંડી કરી હતી. રીક્ષાની લોન આપવાની વાત કહી છૂટક છૂટક મળી કુલ રુ.૪.૨૭ લાખ પડાવી લીધા હતા. જેમાં છેતરાયાની અનુભૂતિ થતાં જ કિશોરકુમારે તમામ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેનો કેસ વલસાડ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસમાં ૨૨ વર્ષ બાદ હાલના મેજીસ્ટ્રેટ એમ. યુ. કુરમાનીએ ઉષાબેન વણકરને ૩ વર્ષની સાદી કેદ અને રુ. ૮ હજારનો દંડની સજા ફટકારી હતી. જ્યારે અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુક્તોે હુકમ કર્યો હતો.
 

(6:05 pm IST)