ગુજરાત
News of Tuesday, 22nd May 2018

કઠલાલ નજીક નવા મુવાડામાં ઝઘડામાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી

કઠલાલ:પાસેના નવામુવાડા ગામે પતિ-પત્નીની તકરારમાં પતિએ પોતાની પત્નીને કુહાડીના  ઘા મારી કરપીણ હત્યા કરી હતી.આ ઘટના બાદ કઠલાલ પોલીસે આરોપીની અટકાયત કરી હતી. જેમાં આરોપીએ જણાવ્યું કે તેની શારિરીક ઈચ્છાઓ પોતાની પત્ની પુરી નહી કરતા હત્યા કરી હોવાનું કબુલ્યુ છે.

તાલુકાના ફાગવેલ તાબેના નવા મુવાડા ગામે રહેતા અરવિંદ વજાભાઈ રાઠોડે ગત્ તા.૧૪મી મેની સમી સાંજે પોતાની પત્ની સજનબેન (ઉં.વ.૩૬)ને કુહાડીના ઘા મારી હત્યા કરી દીધી હતી.  આ ઘટનામાં અરવિંદભાઈનો કૌટુંબિક ભાણીયો અલ્પેશ મુકેશભાઈ ચાવડા વચ્ચે છોડાવા પડતા તે પણ શરીરે ગંભીર રીતે ઘવાયો હતો.કઠલાલ પોલીસે  મહેન્દ્ર સોલંકીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

(6:04 pm IST)