હિંમતનગર બાયપાસ રોડ પર હોટલમાં ક્રિકેટનો સટ્ટો રમતા ચાર શખ્સોને પોલીસે રંગે હાથે દબોચ્યા
હિંમતનગર:ના બાયપાસ રોડ પર આવેલા ટોલટેક્ષ નજીક એક હોટલમાં શનિવારે ક્રિકેટનો સટ્ટો રમતા ચાર શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી લઈ તેમની પાસેથી અંદાજે રૃા.૧.૦૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેટલાક શખ્સો ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે જે અંગે મળેલી બાતમીને આધારે પોલીસે બાયપાસ રોડ પર ટોલટેક્ષ નજીક આવેલી નમો હોટલના રૃમની ઝડતી લીધી હતી દરમિયાન પોલીસને જોઈને સટ્ટો રમતા ચાર શખ્સો એકદમ ગભરાઈ ગયા હતા. તેમ છતાં પોલીસે આ ચારેય શખ્સોની પૂછપરછ કરતા તેમણે કબુલ્યુ હતુ કે તેઓ આઈપીએલની દિલ્હી ડેરડેવિલ્સ તથા મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે રમાઈ રહેલી મેચ ઉપર સટ્ટો ખેલતા હોવાનું કબુલ્યુ હતુ. જેથી પોલીસે તેમની પાસેથી રૃા.૨૦૯૨૦ રોકડ એલસીડી ટીવી, સેટઅપ બોક્સ તથા છ મોબાઈલ મળી રૃા.૧,૦૩,૭૧૦ નો મુદ્દામાલ કબજે લઈ ચાર ઈસમો સહિત હોટલના માલિક તથા મેનેજર વિરૃધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.