ગુજરાત
News of Tuesday, 22nd May 2018

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ટેમ્પામાં પશુના માસની હેરાફેરી કરતા ત્રણ ઈસમોની અટકાયત

અમદાવાદ:અમદાવાદ-ઈન્દોર હાઈવે બાજકપુરા રોડ પરથી ગઈકાલે સાંજે ટેમ્પામાં પશુના માંસની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે મટન તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા ૫૮,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન અમદાવાદ-ઈન્દોર હાઈવે બાજકપુરા નજીકથી ટેમ્પા નં. જીજે-૦૭ એમજી-૧૦૮૦ નેઉભી રખાવી તલાશી લેતા તેમાંથી પશુનું માંસ કિલો ૧૬૦ કિંમત રૂપિયા ૮૦૦૦નું તથા ટેમ્પો રૂપિયા ૫૦,૦૦૦નો મળી કુલ રૂપિયા ૫૮૦૦૦ મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેની પૂછપરછ કરતા મહોસીન અનવરભાઈ શેખ (રહે. વટવા, અમદાવાદ) દાનીશભાઈ બાબુભાઈ કુરેશી તથા શાહનવાઝહમીરહુશેન કુરેશી (રહે.વટવા) હોવાનું જણાવ્યું હતું.

આ બનાવ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:03 pm IST)