ગુજરાત
News of Tuesday, 22nd May 2018

બોરસદના દાવોલમાં ઉછીના પૈસાની માંગણી કરતા ઉશ્કેરાયેલા સાળાએ બનેવીને ઢોર માર માર્યો

બોરસદ: તાલુકાના દાવોલ ગામે સાળાને આપેલા ઉછીના પૈસાની પરત માંગણી કરતાં ઉશ્કેરાયેલા સાળાએ માથામાં લાકડાનો ડંડો મારીને તેમજ ગડદાપાટુનો માર મારતાં આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરસંડા ખાતે રહેતા ઘનશ્યામભાઈ ચંદુભાઈ પરમારની દાવોલ ગામે સાસરી થાય છે. એકાદ વર્ષ પહેલાં તેઓએ સાળા મુન્નાભાઈ બચુભાઈ ગોહેલને ૨૦ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. દરમ્યાન ગત ૧૮મી તારીખના રોજ સાસરીમાં ગયેલા ઘનશ્યામભાઈએ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે બહાર બેઠા હતા ત્યારે સાળા મુન્નાભાઈ પાસે ઉછીના આપેલા ૨૦ હજારની માંગણી કરતા મુન્નાભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પાવડાનો દસ્તો ઉઠાવીને માથામાં તથા બન્ને હાથોએ મારી દીધો હતો. ત્યારબાદ ગડદાપાટુનો પણ માર માર્યો હતો.

(6:03 pm IST)