ગુજરાત
News of Tuesday, 22nd May 2018

અભયમ વ્હારે આવ્યું : સાસરાના ખોળે જઇ બેઠેલા પુત્ર - પુત્રવધૂ પણ લાલ આંખ જોતા ડાહ્યાડમરા થઇ ગયા

૨૦૧૯ની બાજી હાથમાંથી સરકે નહિ તે માટે આગોતરૂ આયોજન : ગુજરાતથી ઝુંબેશ શરૂ થવા સંભવ

વડોદરા તા. ૨૨ : અહીંના બાપોદ વિસ્તારમાં રહેતી વીણાબેનને સાસુ પ્રેમિલાબેન તેમની સાથે ન રહે અને પોતાની દીકરી અથવા જેઠ સાથે રહેવા જાય. તેવી રમત શરૂ કરી હતી ૧૫ દિવસ અગાઉ શાક ન સમારી આપવાની બાબતે વીણાબેને સાસુ સાથે ઝઘડો કર્યો હતો અને ઘરનું બધું કામ પોતે જ કરતી હોવાનું દુઃખ વ્યકત કરી પિયર રહેવા જતાં રહ્યાં હતાં. વીણાબેનના પતિ અશોક વધુ સમય પત્ની વગર ઘર ન ચાલે તેમ બહાનું દર્શાવી વીણાબેનના પિયરમાં રહેવા લાગ્યા હતા.

ઘરમાં એકલાપણું અનુભવતાં પ્રેમિલાબેન મોટી વહુના ઘરે રહેવા ચાલ્યાં ગયાં હતાં, જયા મોટી વહુને તમામ ઘટનાની જાણ કરતાં જેઠાણીએ દેરાણીને કડક શબ્દોમાં સમજાવવા અભયમમાં અરજી કરી હતી અને હંમેશાંની તકલીફમાંથી છુટકારો અપાવવા વિનંતી કરી હતી. અભયમની કાઉન્સિલર મીનાક્ષીબેને શનિવારેે બાપોદ બેઝડ સપોર્ટ સેન્ટરમાંથી વિસ્તારમાં જ રહેતાં વીણાબેનના ઘરે મુલાકાત લીધી હતી. પિયરમાં રહેતાં વીણાબેન સાસુ ઘરમાં ન હોવાથી પાછાં ઘરે આવી ગયાં હતાં. અહીં કાઉન્સિલર મીનાક્ષીબેને કડક શબ્દોમાં વીણાબેન અને પતિ અશોકને ઠપકો આપ્યો હતો. વીણા અને પતિ અશોકને પોતાની ભૂલ સમજાતાં દંપતીએ પ્રેમિલાબેનની માફી માગી હતી અને હવેથી આખું વર્ષ પોતાની સાથે ઘરમાં રાખશે તેમ ખાતરી આપતાં સમાધાન થયું હતું.

જેઠાણી નમ્રતાબેને જણાવ્યું હતું કે, સાસુ જે સમયે મોટા દીકરા સાથે રહે ત્યારે મોટા દીકરાને અને નાના દીકરા સાથે રહે ત્યારે તેમના ઘરે પેન્શનના પૈસા આપે છે. આમ સાસુનું પેન્શન લેવા છતાં તેમને ઘરમાં શાંતિથી રહેવા દેતા નથી. અરજીમાં તેઓએ જણાવ્યું હતું કે, દેરાણીને ઠપકો આપવો જરૂરી છે નહીં તો તે, સાસુને વધુ હેરાન કરશે.

(4:10 pm IST)