ગુજરાત
News of Tuesday, 22nd May 2018

તિસ્તા સેતલવડ અને પતિ જાવેદ આનંદે જામીન અરજી કરીઃ પોલિસનો વિરોધ

રમખાણ પિડીતો માટે દોઢ કરોડની ગ્રાન્ટ મેળવી વાપરી નાખી

અમદાવાદ તા.૨૨: ગોધરા બાદના રમખાણ પીડિતો માટે મનવ સંશાધન મંત્રાલય પાસેથી રૂ.૧.૪૦ કરોડની ગ્રાન્ટ મેળવી લઇને એકઠા કરાયેલા ફંડનો અંગત ઉપયોગ કરનાર તીસ્તા અને તેના પતિ જાવેદ સામે ફરિયાદ કરવામાં આવી છે આ કેસમાં ધરપકડથી બચવા નીચલી અમદાલતમાં આગોતરા જામીન અરજી કરી છે. જેનો ક્રાઇમ બ્રાન્ચે વિરોધ કર્યો હતો.

વિરોધ કરતા એવી રજૂઆત કરાઇ છે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગએ તીસ્તાના એનજીઓની પ્રવૃતિ અયોગ્ય હોવાનો રિપોર્ટ આપ્યો હોવા છતા માનવ સંશાધન મંત્રાલયમાંથી નાણા મેળવી લેવાયા હતા. આ નાણાંના ઉપયોગ અંગે તપાસ બાકી હોવાથી આરોપીને જામીન આપવા જોઇએ નહી. જેની સુનાવણી ૨૩મી મેના રોજ હાથ ધરાશે. તિસ્તા અને તેના પતિ જાવેદ આનંદે કેન્દ્ર સરકારના માનવ સંશાધન પાસેથી ૧.૪૦ કરોડની ખોટી રીતે ગ્રાન્ટ મેળવી લીધી હતી. આ ગ્રાન્ટનો પોતાના અંગત હેતુ માટે ઉપયોગ કરાયો હતો. એટલુ જ નહી બે કોમ વચ્ચે વૈમન્સય ફેલાય તેવા પ્રકારનું સાહિત્ય છપાવવા આ નાણાનો ઉપયોગ કર્યો હતો.

આગોતરા આપવાનો ક્રાઇમ બ્રાન્ચે વિરોધ કરતા સોગદનામું કર્યુ હતું કે સબરંગ નામના ટ્રસ્ટમાં ખોટી રીતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી લઇને કરાયેલા નાણાની તપાસ કરવાની બાકી હોવાથી તેને આગોતરા આપી શકાય નહી.

(4:09 pm IST)