ગુજરાત
News of Tuesday, 22nd May 2018

વાલિયા પોલીસે ભાલોદથી પશુઓને મહારાષ્ટ્ર કતલખાને લઇ જતી ટ્રક ઝડપી :14 ભેંસોને બચાવી

 

વાલિયા પોલીસે ભાલોદથી મહારાષ્ટ્રનાં માંલેગાંવ સ્થિત કતલખાને લઈ જવાતી ૧૪ જેટલી ભેંસો ભરી જતી ટ્રકને ઝડપી પાડી તમામ ભેંસોને બચાવી હતી.

   અંગે  મળતી વિગત મુજબ વાલિયા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન સીતારામ કોલેજ પાસે એક ટ્રક નં.(જી.જે.-૦૯-વાય-૯૭૭૪) આવતા તેને શંકાના આધારે રોકી ટ્રકની તલાસી લેતા અંદર ખીચોખીચ ૧૪ જેટલી ભેંસોને બાંધી રખાયેલ જોવા મળી જેથી પોલીસે નર્મદા જિલ્લાના સેલંબાના દિલાવર ઇબ્રાહિમ ફકીર, સુરત જિલ્લાના ઝંખવાવના અકરમ નાથુ મુલતાની અને ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામના ઝાકીર હનીફ રહેમાનની સઘન પુછપરછ કરતા ભેંસો તેઓ ભાલોદથી મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેના કતલા ખાને લઈ જતા હતા. પોલીસે ટ્રકમાં બંધાયેલ ૧૪ જેટલી ભેંસોને મુકત કરી તેમને પાંજરાપોળ મોકલવા વ્યવસ્થા કરી હતી.

  વાલિયા પોલીસે ૧૪ ભેંસોની અંદાજીત કિંમત રૂપિયા લાખ ૮૦ હજાર તેમજ ટ્રકની કિંમત રૂપિયા૯ લાખ મળી કુલ ૧૧ લાખ ૮૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ત્રણેય  આરોપી વિરૂધગુનો નોંધિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:00 pm IST)