ગુજરાત
News of Monday, 21st May 2018

સુરતમાં ડો. પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણની હત્યા કરનાર ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીનું તેના જ મિત્રોઅે ઢીમ ઢાળી દીધુ

ફોટોઃ surat triple murder aaropi golden ni hatya

સુરતઃ સુરત કામરેજ ચાર રસ્તા નજીક ગોલ્ડન પ્લાઝામાં સુરતના માથાભારે ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીની ઘાતકી હત્યા બાદ પોલીસ દોડતી થઇ ગઇ હતી. રવિવારની મોડી રાત્રે થયેલી હત્યા બાદ પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ શરૂ કરી હતી. ડો.પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણના મર્ડર કેસના આરોપી ગોલ્ડન 15 દિવસ પહેલાં જ પેરોલ પર છૂટીને જેલમાંથી બહાર આવ્યો હતો. ગોલ્ડનની હત્યા તેના જ સાથીદાર કિશન ખોખર સહિત 10 જણાએ કરી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે, ગોલ્ડન ઉર્ફે ગૌત્તમ ગોયાણી અને કિશન ખોખરે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પ્રફુલ્લભાઈ તોગડિયાના ભાઈ ભરત સહિત બે જણાની ઘાતકી હત્યા કેસના આરોપી હતા. થોડા દિવસ પહેલાં ગોલ્ડન ઉર્ફે ગૌત્તમ ગોયાણી પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. અને કામરેજ ખાતે તેની હત્યા કરવામાં આવી હતી. જોકે, તેની હત્યા પાછળનું હજી કોઇ કારણ જાણી શકાયું નથી.

ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીની હત્યામાં તેના સાથીદાર કિશન ખોખરનું નામ બહાર આવી રહ્યું છે. કિશન અને તેના 10 જેટલા મિત્રોએ રવિવારની મોડી રાત્રે ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીને કામરેજ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર આવેલા ગોલ્ડન પ્લાઝામાં બોલાવી તેને પતાવી ફરાર થઇ ગયા હતા. પોલીસ ગોલ્ડન હત્યા કેસમાં ફરાર તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

(7:30 pm IST)