ગુજરાત
News of Tuesday, 22nd May 2018

વડોદરામાં આરટીઇ અંતર્ગત ૨૦૦૦ વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ ન અપાતા વાલીઓ અને કોંગ્રેસ દ્વારા હોબાળો

વડોદરાઃ શહેરમાં RTE અંતર્ગત બે હજાર જેટલાં વિધાર્થીઓને પ્રવેશ ન અપાતા DEO કચેરી પર હલ્લાબોલ મચાવવામાં આવ્યો હતો. વાલીઓ અને કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો.

મોટી સંખ્યામાં વાલીઓએ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવ કર્યો હતો. આ હોબાળામાં પ્રવેશથી વંચિત વિધાર્થીઓનાં વાલીઓ જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે, RTE અંતર્ગત વડોદરાનાં બે હજાર વિધાર્થીઓને પ્રવેશ અપાયો નથી.

જે રીતે RTEની પરિક્ષાનાં પરિણામો જાહેર થયાં છે અને જે રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓ જે-તે સ્કૂલમાં પ્રવેશ લેવા માટે જઇ રહ્યાં છે પરંતુ વડોદરાની કેટલીક શાળાઓ એવી પણ છે કે જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે આનાકાની કરી રહી છે.

કેટલાંક વાલીઓ તો શાળાએથી પરત ફર્યા હતા કેમ કે તેઓને અંદર પ્રવેશ આપવામાં ન હોતો આવ્યો. જેથી તેને લઇને આજે DEO કચેરી ખાતે કેટલાંક વાલીઓ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યાં હતાં અને DEO કચેરી ખાતે હોબાળો કરીને રજૂઆત કરવામાં આવી હતી કે DEO કચેરી આમાં મધ્યસ્થી કરે અને આવાં બાળકોને એડમીશન આપે.

(7:29 pm IST)