ગુજરાત
News of Tuesday, 22nd May 2018

વિજયભાઇ રૂપાણી સુરતના મહેમાન બને છે તો શાહી ફેંકીને સન્‍માન કરવું પડશેઃ સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ કરનાર લલીત ડોંડા સામે ગુનો

સુરતઃ સુરત : મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે સુરતના મહેમાન બન્યા હતા તે પહેલા ફેસબુક ઉપર સુરતમાં કાલે સવારે મુખ્યમંત્રી આવે છે તો શાહી ફેંકીને સન્માન કરવું પડશે તેવો સોશિયલ સાઈટ ફેસબુક ઉપર મેસેજ કરી લોકોમાં નાહક ઉશ્કેરાટ પેદા કરનાર સામે ક્રાઇમ બ્રાંચમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ડીસીબીના જણાવ્યા મુજબ સોશિયલ સાઈટ ફેસબુક ઉપર લલિત ડોંડા નામના યુઝર દ્વારા રવિવારના રોજ મુખ્યમંત્રી કાર્યક્રમ અનુસંધાને મેસેજ મુકાયો હતો. જેમાં સુરતમાં કાલે સવારે મુખ્યમંત્રી આવે છે તો શાહી ફેંકીને સન્માન કરવું પડશે, ચાલો કાલે મુખ્યમંત્રીને શાહીથી સન્માન કરવાનું છે તો થઈ જાવ તૈયારનો મેસેજ કરી લોકોમાં નાહક ઉશ્કેરાટ પેદા થાય તેવા મેસેજને લઈને ડીસીબી દોડતી થઈ હતી અને લલિત ડોંડા નામના યુવક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(7:27 pm IST)