ગુજરાત
News of Tuesday, 22nd May 2018

કોંગ્રેસ હવે સંગઠનને મજબૂત કરવાની દિશામાં : લોકોના ઘરે-ઘરે જઇને ‘કોંગ્રેસ આપના દ્વારે’ અભિયાન વેગવંતુ કરશે

અમદાવાદ: કોંગ્રેસ હવે સંગઠનને મજબૂત કરવા માટે નવા નવા અભિયાનોની શરૂઆત કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે 'કોંગ્રેસ આપના દ્વારે' ના નામથી એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તે ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કરશે.

કોંગ્રેસ શહેરી વિસ્તારમાં પોતાનું સંગઠન મજબૂત કરવા માગે છે. જેથી તેને કોંગ્રેસ આપના દ્વારેના નામથી એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તે લોકોના ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કરશે. આ અભિયાનમાં પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, નેતા વિપક્ષ અને ધારાસભ્યો પણ જોડાશે. મહત્વનું છે કે કોંગ્રેસ આ કાર્યક્રમને 48 વોર્ડમાં યોજાશે. જેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા લાંભા વોર્ડમાં જશે, પરેશ ધાનાણી ઠક્કરબાપાનગર વોર્ડમાં જશે, અર્જુન મોઢવાડીયા અમરાઈવાડી વોર્ડમાં જશે અને દિપક બાબરીયા ભાઈપુરા વોર્ડમાં જશે.

આમ અલગ અલગ નેતાઓને અલગ અલગ વોર્ડની ફાળવી કરી દેવામાં આવી છે. જેથી દરેક લોકો સુધી પહોંચી શકે. કોંગ્રેસ 2019ની ચૂંટણીને ધ્યાને રાખીને 'કોંગ્રેસ આપના દ્વારે' નામના અભિયાનનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત તે સંગઠનને મજબૂત કરવા માગે છે.

(7:25 pm IST)