ગુજરાત
News of Thursday, 22nd April 2021

રાજપીપળા પો.સ્ટે.પાસે આવેલી BOB માં સોસીયલ ડિસ્ટન્સનો ભંગ છતાં કેમ પગલાં નથી લેવાતા.

કોરોનાની સાંકળ તોડવા રાજપીપળાના વેપારીઓ પાસે સ્વૈચ્છીક બંધની આશા રાખી આડકતરી રીતે દબાણ કરાઈ છે તો બેન્કોમાં કેમ છૂટછાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશન પાસેજ આવેલી બેન્ક ઓફ બરોડા માં સોશ્યલ ડિસ્ટન્સ નો સરેઆમ ભંગ થઈ રહ્યો છે છતાં કોઈજ પગલાં ન લેવાતા અન્ય લોકોમાં આ બાબતે ચર્ચા
કોરોનાની સાંકળ તોડવા રાજપીપળા ના વેપારીઓ પાસે સ્વૈચ્છીક બંધ ની વારંવાર આશા રાખી આડકતરી રીતે દબાણ કરતા અધિકારીઓ ને બેંક કે અન્ય જગ્યાઓ પર સરેઆમ કોવિડ-૧૯ નો ભંગ થતો કેમ જણાતો નથી એ સવાલ હાલમાં શહેરમાં ચર્ચા માં છે.જેમાં ખાસ કરીને બેંક ઓફ બરોડા કે જે ટાઉન પોલીસ સ્ટેશન ને અડીને જ આવેલી હોવા છતાં અને અવાર નવાર આ બાબત અખબારો માં હાઈલાઈટ થઈ હોવા છતાં કેમ જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી તે પ્રશ્ન લોકોમાં હાલ ચર્ચા એ ચઢ્યો છે. વારંવાર કોરોના સંક્રમણ ઘટાડવાના નામે લોકડાઉનની જાહેરાત કરી વેપાર ધંધા બંધ રાખવામાં આવે છે ત્યારે બેન્કોની બહાર ભેગી થતી ભીડ થી કોરોના સંક્રમણ સ્પષ્ટ વધે તેવા દ્રશ્યો જોવા મળતા હોવા છતાં કેમ પગલાં લેવાતા નથી..?શુ ફક્ત વેપારીઓની દુકાનો અને લારીઓ પરજ કોરોના સંક્રમણ વધે છે.?તેવા સવાલો હાલ ઉઠ્યા છે.

(10:25 pm IST)