ગુજરાત
News of Thursday, 22nd April 2021

મોવી ગામમાં પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને મુદામાલ સાથે ઝડપી પાડતી એસઓજી,નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા એસઓજીએ મોવી ગામમાંથી બોગસ ડોક્ટરને મેડિકલ સામગ્રી સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ એસઓજી ના ઇન્ચાર્જ પી.આઈ.એમ.બી.ચૌહાણ એ ટિમ સાથે મોવી ગામમાં પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટર સુશાંતા શૈલેન્દ્રનાથ બાગચી,હાલ રહે.મોવી, મૂળ રહે પશ્ચિમ બંગાળને ગુજરાત મેડીકલ કાઉન્સીલ અમદાવાદનું એલોપેથીક મેડીકલ પ્રેકટીશ અંગેની મેડીકલ પ્રેકટીશ કરવા અંગેના પ્રમાણપત્ર ન હોવા છતા દાક્તરી સેવાના સાધનો,દવાઓ ગેર કાયદેસર રાખી લોકોનું સ્વાસ્થય જોખમાય તે રીતે મેડીકલ પ્રેકટીશ કરી મેડીકલ બેદરકારી ભર્યું કૃત્ય કરી રેઇડ દરમ્યાન એલોપેથીકની પ્રેકટીશ કરી એલોપેથીક સામગ્રી કિંમત રૂ.૧૪,૫૯૧ ના મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે

(10:21 pm IST)