ગુજરાત
News of Thursday, 22nd April 2021

ડભોઈના પૂડા ગામે બાઇકના બાકી રહેતા હપ્તા ન ચકુવી શકનાર શખ્સને આંતરી મારમારી લૂંટ ચલાવનાર સાત શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ડભોઇ: તાલુકાના પુડા ગામમાં રહેતા નીતાબહેન દેવેન્દ્રભાઇ પાટણવાડીયાએ કરજણ પોલીસમાં મિયાગામમાં રહેતા કરણસિંહ ગણપતિસિંહ સિંધા અને દક્ષેશ ગણપતસિંહ સિંધા તથા અન્ય 5 જણા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમના ભાઇ સાથે પતિની બાઇક લઇને પિયરથી પુડા ગામમાં જઇ રહ્યા હતા ત્યારે મિયાગાંમ ચોકડીથી હાઇવે તરફ ઓવર બ્રિજ પાસે પેટ્રોલ પંપ પાસે દક્ષેશ આવ્યો હતો અને તમારી ગાડીના હપ્તા બાકી છે સીઝ કરવી પડશે તેમ જણાવ્યું હતું. જો કે તેમના પતિએ એક હપ્તો બાકી છે થોડા દિવસમાં ભરી દઇશ તેમ કહેતા તેણે ફોન કરતા કરણસિંહ ફોર વ્હીલર લઇને આવ્યો હતો અને બાઇકની ચાવી માંગી બોલાચાલી કર્યા બાદ તત્વોએ તેમના પતિ અને ભાઇ તથા તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને માથાના વાળ પકડી ખીસ્સામાંથી ચાવી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. અને ઝપાઝપી કરી માર માર્યા બાદ સોનાની બુટ્ટી અને 4700 રુપીયા ભરેલું પાકીટ પણ લઇ જતા રહ્યા હતા. તેમણે મામલે કરજણ પોલીસામાં ફરિયાદ નોંધાવી હતી. જો કે દેવેન્દ્ર પાટણવાડિયાએ આરોપ લગાવ્યો હતો કે તત્વોએ ચલાવેલી લૂંટ અંગે પોલીસે ફરિયાદમાં કંઇ પણ લખ્યું હતું. ફાઇનાન્સ કંપનીઓ દ્વારા ગાડી ખેચંવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેમાં પગલાં લેવા તેમણે ઉચ્ચ અધિકારીઓ અને કરજણ પોલીસ સમક્ષ આવેદન પત્ર આપી માંગ કરી હતી.

(6:44 pm IST)