આણંદના લોટીયા ભાગોળ વિસ્તારમાં ઓવરટેક કરવાની બાબતે થયેલ ઝઘડામાં 6 યુવાનો પર જીવલેણ હુમલો કરી ભૂગર્ભમાં ઉતરેલ આંઠ શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા
આણંદ:શહેરના લોટીયા ભાગોળ ખાતે ઓવરટેકની બાબતે ગત ૨૮મી તારીખના રોજ હાડગુડના છ યુવાનો ઉપર જીવલેણ હુમલો કરનાર સાતથી આઠ જેટલા શખ્સોની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે. પરંતુ તેઓ ભુગર્ભમાં ઉતરી જતા હજી એકપણ પોલીસના હાથમાં આવ્યો નથી.
હાડગુડ ગામના સવા બે ફળિયામાં રહેતો ફરિયાદી શહેજાદઅલી અહેમદઅલી સૈયદ ગત ૨૮મી તારીખના રોજ રાત્રીના સુમારે પોતાના મિત્રો સાથે ટુ વ્હીલરો ઉપર સવાર થઈને દ્વારકાધીશ હોટલે ચા-નાસ્તો કરવા માટે ગયા હતા. ત્યાંથી રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે પરત ફરતા હતા ત્યારે લોટીયા ભાગોળ પેટ્રોલપંપ પાસે પાછળથી એક એક્ટીવા ઉપર બે શખ્સો આવી ચઢ્યા હતા અને તેમણે શહેજાઅલીનું બાઈક આંતરીને ઉભુ રખાવી કેમનું ચલાવે છે તેમ જણાવીને ઝઘડો કર્યો હતો અને ગમે તેવી ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. થોડીવારમાં જ એક્ટીવા ઉપર બે અને બાઈક પર ત્રણ શખ્સો લાકડાના ડંડા અને લોખંડના સળિયા લઈને આવી ચઢ્યા હતા અને શહેજાઅલી તેમજ તેના મિત્રો મહંમદજુબેર, ઈકબાલ આશીફભાઈ સૈયદ, સબ્બીરઅલી, સમીરઅલી તેમજ સાજીદખાનને માર માર્યો હતો.