News of Thursday, 22nd April 2021
કપડવંજ તાલુકાના આંતરસુંબા નજીક ડમ્પરે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળેજ મોત
કપડવંજ:તાલુકાના આતરસુંબા પોલીસ મથકની હદમાં આવેલા નિકોલ ગામ નજીક એક ડમ્ફર ચાલકે બાઈકને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ કપડવંજમાં રહેતા ગોવિંદભાઈ રમણભાઈ પટેલ પોતાની મોટર સાયકલ જી.જે.-૭, સી.એફ-૬૮૬૪ લઈને કપડવંજ તાલુકાના નિકોલ ગામ નજીકથી પસાર થતા હતા તે વખતે ડમ્ફર નંબર જી.જે.-૧૫, બીએફ-૩૦૦૪ના ચાલકે આ બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગોવિંદભાઈ પટેલને ગંભીર ઈજા થતા તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે આતરસુંબા પોલીસમાં રમેશભાઈ પટેલે ફરિયાદ આપતા ડમ્ફર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
(6:42 pm IST)