ગુજરાત
News of Thursday, 22nd April 2021

ઘરકામ કરવા જેવી બાબતે પરિણીતાને ત્રાસ આપી મહુધાની પરિણીતાને આપઘાત કરવા મજબુર કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

મહુધા: શહેરની પરણિતાને ઘરકામ બાબતે ત્રાસ આપી મરવા મજબૂર કરાતા પતિ, સારુ તેમજ માસી સાસુ વિરૂધ્ધ મહુધા પોલીસે આપઘાત કરવા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ મહુધામાં રહેતા વિપુલભાઈ ચીનુભાઈ તળપદાના આજથી વર્ષ અગાઉ માતર તાલzુકાના ખાદીપુરામાં રહેતા વિનુભાઈ બચુભાઈ તળપદાની પુત્રી ઉર્મિલાબેન સાથે જ્ઞાતિના રીત રીવાજ મુજબ લગ્ન થયા હતા. એક વર્ષ પછી સાસરિયાઓએ ઉર્મિલાબેનને તેડાવી હતી સાસરે ગયેલી ઉર્મિલાનું શરૂઆતનું લગ્નજીવન સુખમય ગયું હતું. પરંતુ તેનો પતિ કોઈ કામ ધંધો કરતો હતો તેમજ ઘરકામ બાબતે પતિ વિપુલ, સાસુ કુસુમબેન અને માસી સાસુ અમરતબેન તેને મેણા ટોણા મારતા હતા. ત્રાસથી કંટાળેલી ઉર્મિલા પિયર આવી ગઈ હતી અને પોતાના માવતરને અંગેની વાત કરી હતી. જો કે પુત્રીનો સંસાર બગડે તે માટે માવતરે તેને સમજાવીને સાસરે મોકલી હતી. પરંતુ ઘર કંકાસ શરૂ થતા ઉર્મિલા પિયર આવી ગઇ હતી. બાબતે ઉર્મિલાએ માતર કોર્ટમાં ખાધાખોરાકીનો દાવો કર્યો હતો. દાવો ચાલુ હતો તે દરમિયાન સમાજના આગેવાનોની સમજાવટની વિપુલભાઈએ પોતાની પુત્રીને પુન: સાસરીમાં સમાધાન કરીને મોકલી હતી. જોકે સમાધાન બાદ પણ તેના પતિ તેમજ સાસુનો ત્રાસ યથાવત હતો તે બાબતે ઉર્મિલા તેના પિતા વિપુલને અવારનવાર જાણ કરી હતી. પરંતુ પુત્રીનું ઘર સંસાર બગડે તે માટે પિતા સમજાવટથી કામ લેતા હતા. પરંતુ ઘરના સભ્યોના ત્રાસ થી ત્રાસી ગયેલ ઉર્મિલાબેનએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લીધી હતી. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.

(6:42 pm IST)