ગુજરાત
News of Thursday, 22nd April 2021

સાવધાન...સેનેટાઈઝસમાં મીથેનોલ નામનો ઝેરી પદાર્થ કોમા,મૃત્યુ સુધી દોરી જાય છે

વડોદરામાં પકડાયેલ બનાવટી કંપનીમાં મળેલ પદાર્થ ઝેરી, ફોરેન્સિક અભિપ્રાય રીપોર્ટની બાબતને સમર્થન આપતા સીપી શમશેર સિંઘ

રાજકોટ, તા.૨૨: કોરોના મહામારી સમયે કેટલાક તત્વો દ્વારા હજુ પણ કુદરતનો ડર ભૂલી લોકોની લાચારી ધ્યાને લઇ નકલી સેનેટાયઝર્સ  બનાવવાની ફેકટરીઓ ધમધમી રહ્યાની બાતમી આધારે વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંઘની સૂચના આધારે પીસીબી દ્વારા થયેલ કાર્યવાહીની તપાસ દરમિયાન પકડાયેલ ફેકટરી દ્વારા સેનેટાઈઝસમાં વાપરવામાં આવેલ પદાર્થ મિથેનોલ હોવાનો અભિપ્રાય વડોદરાની એસએસજી નાડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક અને ટોકસોકોલોજી વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે, ઉકત બાબતને વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંદ્ય દ્વારા અકિલા ને સમર્થન આપવામાં આવ્યું છે.  અત્રે યાદ રહે કે ફોરેન્સિક સૂત્રો અને જાણકારોના મત મુજબ  મીથોલીન ઝેરી પ્રકારનુ કેમીકલ છે.  તબીબી નિષ્ણાતોના મતે ચામડી, શ્વાસ અને જઠર દ્વારા આંતરડામાં શોસણ પામી અંધાપો, કોમાં અને મૃત્યુ સુધીનો ખત્રો રહે છે.

(12:46 pm IST)