ગુજરાત
News of Thursday, 22nd April 2021

અમિતભાઈ શાહ મોડી સાંજે અમદાવાદ આવી પહોચશે : ૯૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકશે

ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આજે સાંજે બોડેલી થી અમદાવાદ આવી પહોંચશે અને આવતીકાલે શુક્રવારે તા. ૨૨ ના રોજ અમદાવાદ ના GMDCમેદાનમા DRDO દ્વારા નીર્માણ પામેલી ૯૦૦ બેડની સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કોવિડ હોસ્પીટલ દર્દીઓ માટે ખુલ્લી મૂકશે. ત્યાર બાદ ગુજરાતના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને સરકારના આરોગ્ય વિભાગ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના મહામારીની સમીક્ષા બેઠકમા ભાગ લેશે .

(4:43 pm IST)