ગુજરાત
News of Wednesday, 21st April 2021

કોરોના કાળમાં સુરતમાં ભામાશાએ સેવાનો ધોધ વહાવ્યો : ધવલ અકબરી દ્વારા એક લાખ અનાજ કીટનું વિતરણ થશે

અનાજની કીટ સમગ્ર ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને આપવાનો નિર્ધાર

સુરત : કોઈપણ વિકટ પરિસ્થિતિમાં સુરત અડીખમ ઉભું હોય છે. લોકોને આર્થિક રીતે બનતી તમામ મદદ સુરતીઓ હંમેશા કરતા નજરે પડે છે.  હાલ કોરોનાએ સમગ્ર ગુજરાતમાં ભરડો લીધો છે. લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડયા છે.

 તેવામાં સુરતથી એક ભામાશા લોકોની મદદે આવ્યા છે અને એક લાખ અનાજની કીટ સમગ્ર ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને આપવાનો નિર્ધાર કર્યો છે જેની શરૂઆત સુરતથી કરવામાં આવી છે. કામ ધંધો ન હોવાના લીધે લોકો ને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકોને ઘરમાં અનાજ લેવાના પણ ફાંફા પડી રહ્યા છે. તેથી લોકોને મદદ રૂપ થવા ધવલ અકબરી નામના યુવક આગળ આવ્યા છે અને લોકોને અનાજની કિટ આપી રહ્યાં છે.

દેશભરમાં કોરોના સંકટ વધી રહી રહ્યું છે અને હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને લીધે હોસ્પિટલો હાઉસફૂલ થઇ ચૂકી છે. દેશમાં અને ભારતમાં દરરોજ વધી રહેલા કોરોનાના અને કોરોનાથી થતાં મૃત્યુના આંકડા ચિંતા વધારનારા છે ત્યારે જામનગરની કુંવરબાઈ જૈન ધર્મશાળાના ટ્રસ્ટીઓ મદદ માટે આગળ આવ્યા છે.

કોરોનાના દર્દીઓ માટે 70 થી 80 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો અહીં સારવાર અર્થે આવેલા તમામ દર્દીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમામ દર્દીઓનો પુરતા પ્રમાણમાં સારવાર મળી રહે તે માટે મેડિકલ ટીમ પણ સેવામાં જોતરાઇ છે.

આ સાથે જ કુંવરબાઈ જૈન ધર્મશાળાના કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓના સગા વહાલાઓને પણ ખોટી મુશ્કેલીનો સામેનો કરવો ન પડે તે માટે સંસ્થા દ્વારા અલાદયી વ્યવસ્થા કરાઇ છે.

(1:28 am IST)