ગુજરાત
News of Monday, 22nd April 2019

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદમાં :એરપોર્ટ લોન્જમાં ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી

પરિસ્થિતિનો તાગ મેળવ્યો :તૈયારીઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો પણ આપ્યા

અમદાવાદ :લોકસભા ચૂંટણીના મતદાન આડે ગણતરીની કલાકો બાકી રહ્યાં છે  સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે, એ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ અમદાવાદમાં મતદાન કરશે, આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલા વડાપ્રધાને એરપોર્ટની લોજમાં જ બેઠક યોજી હતી.

   અમદાવાદ આવી પહોંચેલા વડાપ્રધાનને લેવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, ગૃહપ્રધાન, નાયબ મુખ્યમંત્રી સહિતના ભાજપના ટોચના નેતાઓ એરપોર્ટ પહોંચ્યા હતા

 એરપોર્ટ પર નેતાઓના જમાવડા બાદ વડાપ્રધાન મોદીએ એરપોર્ટના લોજમાં જ બેઠક યોજી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવવા તથા તૈયારીઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

(12:46 am IST)