ગુજરાત
News of Monday, 22nd April 2019

ઉમરેઠમાં એક લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે ત્રણોલના વેપારીને દસ માસની સજાની સુનવણી કરી

ઉમરેઠ:એક લાખના ચેક રીટર્ન કેસમાં ઉમરેઠની કોર્ટે ત્રણોલના વેપારીને ૧૦ માસની સજા અને વળતર પેટે એક લાખ ચુકવવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણોલના કિરીટભાઈ મગનભાઈ ભટ્ટે થામણા ગામે રહેતા રશ્મિકાંત મંગળભાઈ પટેલ પાસેથી તમાકુના ધંધામાં લેવડ-દેવડ પેટે આપવાના થતાં એક લાખનો ચેક લખી આપ્યો હતો. જે ચેક રશ્મીકાંતભાઈએ બેન્કમાં ભરતા અર્યાપ્ત બેલેન્સના કારણે પરત ફર્યો હતો. જે અંગે કાનૂની પ્રક્રિયા હાથ ઘર્યા બાદ ઉમરેઠની કોર્ટમાં નેગોશ્યેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટી કલમ ૧૩૮ મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ઉમરેઠની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષના વકીલની દલિલો તથા રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં લઈને કિરીટભાઈ ભટ્ટને તકશીરવાર ઠેરવીને દશ માસની સાદી કેદની સજા અને ચેકની રકમ એક લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. 

કોર્ટના આ હુકમને લઈને ચેકને કાગળ સમજીને હળવાસથી લેતા લેભાગુ તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.

(5:41 pm IST)