ગુજરાત
News of Monday, 22nd April 2019

અગાઉ સુરતમાં મહિલાએ ડોક્ટર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ડોકટરે બ્લેકમેલ કર્યું હોવાનું સામે આવ્યું

સુરત:એક મહિના પહેલાં સુરતના ડૉક્ટર સામે વડોદરાની મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ ચકચારી કિસ્સામાં જામીન પર છુટયા બાદ તબીબે મહિલા સામે બ્લેક મેઈલીંગની ફરિયાદ નોંધાવી છે. મિત્રતા થતાં મરજીથી શારિરીક સંબંધ બાંધ્યા બાદ પૈસાની માંગણી થતાં ટુકડે-ટુકડે પૈસા આપ્યા હતા. જોકે, બાળક થયાનું જણાવીને ૮૦ લાખની માંગણી થઈ અને તે નહીં સંતોષાતા બ્લેક મેઈલ કરીને બળાત્કારની ફરિયાદ નોંધાવી હોવાની ફરિયાદ તબીબે સુરત પોલીસમાં નોંધાવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. 

સુરતના ડૉક્ટર વિપુલ મિસ્ત્રી વિરૂધ્ધ એકાદ મહિના પહેલાં વડોદરાની મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ડૉ.વિપુલની મિસ્ત્રીની ધરપકડ થઈ અને જેલવાસ પણ થયો હતો. જામીન પર છુટયા બાદ ડૉક્ટરે પણ મહિલા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અંગે મળતી માહિતી મુજબ ૨૦૦૯માં ડૉ. વિપુલની મહિલા આરોપી સાથે ઓળખાણ થઈ હતી. ૨૦૧૦માં મહિલાના લગ્ન મલેસીયા ખાતે થયા હતા. બાદમાં તેઓ ભારત આવ્યા હતા ત્યારે ફેસબુક દ્વારા મોબાઈલ ફોન પર મહિલા સાથે વાતચીત શરૂ કરી હતી. 

(5:37 pm IST)