ગુજરાત
News of Monday, 22nd April 2019

વડોદરા નજીક ખાદ્ય સામગ્રીની આડમાં સંતાડીને લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પોલીસે ત્રણની અટકાયત કરી

વડોદરા:અથાણા ભરેલા બેરલમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક શહેર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.દારૃનો જથ્થો મંગાવનાર શખ્શ ફરાર થઇ ગયો છે. 

ન્યુ સમા વિસ્તારમાં રાઘે ક્રિષ્ણા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં અથાણા ભરેલા બે બેરલ આવ્યા છે અને તેમાં સંતાડેલી દારૃની બોટલો બહાર કાઢી તેને ગ્રાહકોને પહોંચાડવાની છે તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના સ્ટાફે એપાર્ટેમેન્ટમાં દરોડો પાડતા ત્રણ શખ્સો બે મોટા બેરલમાં સંતાડી રાખેલી દારૃની બોટલો બહાર કાઢી તેને સાફ કરતા જણાયા હતાં. પોલીસની અચાનક એન્ટ્રીથી ત્રણે શખ્સો ગભરાઇ ગયા હતાં.

 

(5:34 pm IST)