ગુજરાત
News of Monday, 22nd April 2019

ગુજરાતે જે પ્રગતિ કરી તે પ્રશંસાને લાયક છેઃ કોંગ્રેસના પ્રચારમાં આવેલા અમીષા પટેલે ભાજપના વખાણ કર્યા

વડોદરા: બોલીવુડ એક્ટર અમીષા પટેલ આજે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર સાથે બેસીને ગુજરાતમાં બીજેપીના શાસનના વખાણ કર્યા હતા. અમીષા પટેલે કહ્યું કે, ગુજરાતે જે પ્રગતિ કરી તે પ્રશાંસાને લાયક છે. આવીજ રીતે ગુજરાતની જેમ દેશના અન્ય રાજ્યો પણ ચાલે તો દેશનો ચહેરો બદલાઇ શકે છે.

એક બાજુ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાત મોડલ પર સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ વડોદરા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના રોડ શોમાં અમીષા પટેલે ગુજરાત મોડલના વખાણ કરીને કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓના મુશ્કેલ પરિસ્થિતિમાં લાવી દીધા છે.

મહત્વનું છે, કે વડોદરામાં થયેલા રોડશોમાં ફીકો પ્રતિસાદ મળ્યો હતો. અમીષા પટેલને વડોદરા બેઠક પર રોડ શોમાં કોંગ્રેસના સમર્થનમાં કરવા માટે બોલાવામાં આવી હતી. પરંતુ ત્યાં અમીષા પટેલે બીજેપીના શાશનમાં ગુજરાતમાં થયેલા વિકાસના કાર્યોના વખાણ કર્યા તો અને એવું પણ કહ્યું કે ગુજરાત મોડલ જેવી નીતિ અન્ય રાજ્યોમાં પણ થઇ જાય તો દેશનો ચહેરો બદલાઇ શકે છે.

(4:41 pm IST)