ગુજરાત
News of Monday, 22nd April 2019

ગુજરાત ચૂંટણી જંગ

ગ્રામિણ વિસ્તારોમાં વધુ મતદાન થાય તો ભાજપ માટે ખતરાની ઘંટડીઃ શહેરી મતદારો ૪૩%

શહેરોમાં વધુમાં વધુ મતદાન માટે ભાજપ પુરી તાકાત લગાડશે

નવીદિલ્હી, તા. ૨૨: આ વખતે લોકસભા ચુંટણીમાં ભારે મતદાન થવાની સતાપક્ષ ભાજપને નુકશાન થઇ શકે છે. સીધા શબ્દોમાં કહીએ તો ભારે મતદાન હાલની સરકાર વિરૂધ્ધની નારાજગી અને સતા બદલવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવશે.

ગુજરાતમાં જો ભારે મતદાન થશે તો ભાજપ માટે વિકટ સ્થિતિ બની જશે. પ્રદેશમાં ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં સર્વોધિક ૬૩.૬ ટકા મતદાન થયું હતું અને દરેક ૨૬ સીટો પર ભાજપ જીતી હતી. ૨૦૦૯માં તેનાથી હરીને ૪૭.૯ ટકા મતદાન થયું હતું. જેનાવી બીજેપી ૧૫ અને કોંગ્રેસ ૧૧ સીટો જીતી હતી. આ દરમ્યાન વિધાનસભા ચુંટણીમાં ભાજપને ૧૧૭ અને કોંગ્રેસને ૫૮ સીટો મળી હતી.

રાજયમાં કુલ શહરી લગભગ ૪૩ ટકા છે જયારે ૫૭ ટકા ગ્રામીણ છે ગ્રામીણ ક્ષેત્રમાં રાષ્ટ્રવાદ નહીં પરંતુ વીજળી, પાણી, કુષિ સાથે જોડાયેલી સમસ્યાઓ અને બેરોજગારી મુખ્ય મુદ્દા છે રાષ્ટ્રવાદ શહેરોમાં મધ્યમ અને ધનિક વર્ગના મતદાતાઓ પર અસરકારક છે. જો ભારે મતદાન થયું તો ગ્રામીણ ક્ષેત્રોના મતદાતાઓનો મત વધુ હશે. તેનાથી બીજેપીની મુશ્કેલીમાં વધારો થશે.

(4:15 pm IST)