ગુજરાત
News of Monday, 22nd April 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, ન્યુ રાણીપનો ચતુર્થ પાટોત્સવ ઉજવાયો : પર્યાવરણ રક્ષણ માટે રૂા. ૧.પ૦ લાખના દાનનો ચેક અર્પણ

મણીનગર : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ન્યુ રાણીપનો ચતુર્થ પાટોત્સવ પારાયણ, અન્નકુટ, આરતી તથા પર્યાવરણ રક્ષણ શિબિર યોજાઇ હતી.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પર્યાવરણ રક્ષણ માટે રૂા. ૧.પ૦ લાખના દાનનો ચેક ઇન્ટરનેશનલ પર્યાવરણ સંસ્થા કે જે યુએનઓ ખાતે રજીસ્ટર થયેલ છે તેમજ તેનું ૧૯૬ દેશો સાથે સંપર્ક છે તેને અર્પણ કરવામાં આવ્યો હતો.

પ.પૂ. આચાર્ય સ્વામજી મહારાજે આ પ્રસંગે આશિર્વાદમાં જણાવ્યું હતું કે પર્યાવરણ રક્ષણ જરૂરી છે. જે દેશમાં રહેતા હોઇએ તે દેશને વફાદાર રહેવુ જોઇએ. જીવનને ગુણવાન બનાવવા માટે જીવનમાં સત્સંગ, સંસ્કાર અને શિક્ષણ પણ જરૂરી છે. ધ્યાન, ભજન, કથા-વાર્તા, ભકિત, સેવાએ પણ એક જાતનું તપ છે.

શિબીરમાં ઘણી મોટી સંખ્યામાં હરિભકતોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો.

(4:14 pm IST)