ગુજરાત
News of Monday, 22nd April 2019

કાલે મતદારો સાથે તાપમાન પણ મિજાજ બતાવશે :ગરમીનો પારો ઉંચકાશે

આજથી તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ ;આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે તાપમાનનો પારો પણ ઊંચકશે અને ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે

  તાજેતરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે ગુજરાતનું વાતાવરણ પલટાયું હતું. હવામાનમાં આવેલા પલટાને કારણે તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. પરંતુ આજથી ગુજરાતના વાતાવરણની સ્થિતિ ફરીથી બદલાવાની છે. આજથી આગામી દિવસો સુધી ગરમીનો પારો  વધેલો જોવા મળશે. ફરીથી ગરમીના એ જ દિવસો પરત આવશે

  . રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમી પડવાની છે. જોકે, તેની સીધી અસર આવતીકાલે મતદાન પર થવાની છે. આવતીકાલે ગરમી તેનો અસલી મિજાજ બતાવશે. રાજ્યભરમાં આવતીકાલે મતદાન છે, જેમાં લોકોને આકરા તાપમાં મતદાન આપવા માટે લાઈનમાં ઉભા રહેવુ પડશે.

(1:23 pm IST)