ગુજરાત
News of Monday, 22nd April 2019

રાજ્યમાં ચૂંટણીની જાહેરાત બાદ 524 કરોડનું ડ્રગ્સ, 11 કરોડનો દારૂ અને 7,59 કરોડની રોકડ જપ્ત

તમિલનાડુ પછી બીજા નંબરે ગુજરાતમાં સૌથી વધુ પ્રતિબંધિત સામગ્રી અને રોકડ ઝડપાઇ

અમદાવાદ :રાજ્યમાં આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થનાર છે રવિવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થયા છે ગત 10 માર્ચે ચૂંટણી જાહેર થયા પછી 21 એપ્રિલે ચૂંટણી પ્રચાર બંધ થયો ત્યાં સુધી રાજ્યમાંથી કરોડોનું ડ્રગ્સ અને દારૂ જપ્ત થયો છે. આ સમયગાળા દરમિયાન તમિલનાડુ પછી બીજા નંબરે ગુજરાતમાં સૌથી વધુ પ્રતિબંધિત સામગ્રી અને રોકડ ઝડપાઇ છે.

કેન્દ્રિય ચૂંટણી પંચે જાહેર કરેલી વિગતો પ્રમાણે ગુજરાતમાંથી કુલ 7.59 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. જ્યારે તમિલનાડુમાં આ રકમ 213.18 કરોડની છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણી વખતે રૂપિયા 2.18 કરોડની બિનહિસાબી રોકડ ઝડપાઇ હતી. તે પ્રમાણે 2014 કરતા 2019માં આ રકમ વધારે મોટા પ્રમાણમાં જપ્ત થઇ છે

  રાજ્યમાંથી આ સમયગાળા દરમિયાન 3.9 લાખ લીટર દારૂ ઝડપાયો છે. આ ઉપરાંત દેશનાં રાજ્યોમાં સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું છે. ગુજરાતમાંથી 130.73 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત થયું છે જેનું મૂલ્ય 524.34 કરોડ રૂપિયા છે. ડ્રગ્સ ઝડપાવવાનાં કેસમાં ગુજરાત પછી દિલ્હીનો વારો આવે છે જ્યાંથી 352.69 કરોડ રુપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આખા દેશમાંથી 58962.119 કિગ્રાનું ડ્રગ્સ ઝડપાયું છે જેનું મૂલ્ય 1168.539 કરોડ રૂપિયા છે.

(12:56 pm IST)