ગુજરાત
News of Monday, 22nd April 2019

લાખણીનાં પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહીત પાંચ શખ્શો સામે સામૂહિક દુષ્કર્મની ફરીયાદ:ખળભળાટ

લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરીને સામુહિક દુષ્કર્મ ;સોનાના દાગીના સહીત 86 હજારની લૂંટનો આક્ષેપ

  બનાસકાંઠાના લાખણીનાં પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ મહેશ દવે સહીત પાંચ સામે સામૂહિક દુષ્કર્મની ફરીયાદ નોધાવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. જેમાં યુવતિને લગ્ન કરવાનાં ઇરાદે અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો અને અપહરણ બાદ યુવતિ પાસેથી સોનાના દાગીના સહીત રુ 85 હજારની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે યુવતિએ પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહીત પાંચ સામે દિયોદર પોલિસ મથકે ફરીયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

(12:43 pm IST)