ગુજરાત
News of Monday, 22nd April 2019

અમદાવાદમાં હિટ એન્ડ રન :કાર ચાલકે છ વાહનોને ઠોકરે ચડાવ્યા :એકનું મોત :5 ઘવાયા

શાંતીપુરા સર્કલ પાસે અકસ્માત :લોકો વિફર્યા :ટોળાએ ચાલકને લમધાર્યો :કારમાં તોડફોડ

અમદાવાદ :શહેરના શાંતિપુરા સર્કલ પાસે હિટ એન઼્ રનની ઘટના બની છે એક કાર ચાલકે છ જેટલા વાહનોને અડફેટે લીધા છે. આ દુર્ઘટનામાં એકનું મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    રાત્રે આઠ વાગ્યાની આસપાસ એક કાર ચાલકે બેફામ રીતે ફૂલ સ્પીડમાં, રીક્ષા, બાઈક કાર સહિત પાંચ વાહનોને અડફેટે લીધા. આ અકસ્માતમાં છ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા

   અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જોકે તેમાંથી એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નિપજ્યું છે.

   લોકોના ટોળાએ કાર ચાલકને પકડી મેથીપાક પણ આપ્યો, અને પોલીસને હવાલે કરી દીધો છે. વિફરેલા ટોળાએ કારમાં તોડફોડ પણ કરી છે. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(10:50 am IST)