ગુજરાત
News of Friday, 22nd March 2019

વડોદરા મનપાદ્વારા સફાઈનું કામ હાથ ધરવામાં આવતા 5 લાખ લોકોને પાણીની અછત વેઠવાની નોબત આવી

વડોદરા: શહેરમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની તમામ ઓવરહેડ ટાંકીઓ અને અંડર ગ્રાઉન્ડ વોટર સંપની સફાઇ કર્યા બાદ હવે આજવાથી પાણી સીધું ફિલ્ટર થવા આવે છે તે નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ત્રણ નંબરના પ્લાન્ટના અંડરગ્રાઉન્ડ સંપની સફાઈનું કામ થવાનું હોવાથી પાણી વિતરણ બંધ રહેશે અને પાંચ લાખ લોકોને પાણી નહીં મળે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિમેટા પ્લાન્ટ ખાતેના વોટર સંપની સફાઈ કામગીરી તારીખ 23ના રોજ થશે. જેના લીધે બાપોદ, માંજલપુર, કપુરાઈ, તરસાલી જીઆઇડીસી ટાંકી તેમજ મકરપુરા વાઘોડિયા રોડ વિસ્તારના બુસ્ટર તેમજ સોમા તળાવ બુસ્ટરથી પાણી મેળવતા વિસ્તારોમાં તારીખ 23નું સાંજનું પાણી નહીં મળે.

(5:51 pm IST)