ગુજરાત
News of Thursday, 21st March 2019

હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર ? મહેસાણામાં લાગ્યા પોસ્ટર:સમર્થકોને સોસાયટીમાં નહીં આવવા નોંધ

પોસ્ટરમાં લખ્યું હાર્દિક પોતાના સમાજનો નથી થયો એ બીજા સમાજનો શું થવાનો ?

અમદાવાદ :પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ જતા પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. દરમિયાન પાટીદારોનો ગઢ કહી શકાય એવા મહેસાણામાં હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર એવા પોસ્ટર લાગ્યા છે.

   સાથે હાર્દિકના સમર્થકોને પણ સોસાયટીમાં આવવાની નોંધ પણ લખી છે. એટલું નહીં હાર્દિક પોતાના સમાજનો નથી થયો બીજા સમાજનો શું થવાનો એવું પણ પોસ્ટરમાં લખ્યું છે.

    ઉપરાંત પોસ્ટરમાં પાટીદાર સમજાને ન્યાય આપ્યા વગર હાર્દિક પટેલે રાજકારણમાં જંપલાવ્યું હોવાનું પણ જણાવ્યું હતું

(1:03 am IST)