ગુજરાત
News of Thursday, 22nd March 2018

મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેનની નારાજગી હળવી થયાની પણ ચર્ચા

ગુજરાત મહિલા કોંગ્રેસની સક્રિયતાની પ્રશંસા રાહુલજીએ પણ કરી

રાજકોટ, તા. ૨૨ :. ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે ચોક્કસ બાબતની નારાજગીથી રાજીનામુ આપ્યાની ચર્ચા બાદ તાજેતરમાં રાષ્ટ્રીય ડેલીગેટ તરીકેની તેમની વરણી તથા રાષ્ટ્રીય અધિવેશન બાદ ગુજરાત મહિલા કોંગ્રેસની કામગીરીની રાહુલ ગાંધીએ પ્રશંસા કર્યાની વાત બાદ સોનલબેન પટેલની નારાજગી હળવી થયાની પણ ચર્ચા છે. જો કે હજુ તેમણે રાજીનામુ પાછુ ખેંચ્યા અંગે કોઈ વાવડ નથી પરંતુ તાજેતરમાં દિલ્હી ખાતે સોનલબેન રાજ્યપ્રભારી અશોક ગેહલોત તથા રાષ્ટ્રીય અગ્રણી સુસ્મિતાબેનને મળ્યા ત્યારે રાહુલ ગાંધીએ ગુજરાત મહિલા કોંગ્રેસ વિશે કરેલા સારા ઉચ્ચારણો અંગે પણ ચર્ચા થયાનું મનાય છે.(૨-૬)

(11:50 am IST)