ગુજરાત
News of Wednesday, 21st March 2018

ભરૂચના જંબુસર ચોકડીએ રેલવે ફાટક પાસે રસ્તામાં ખાડાથી લોકોને હાલાકી :રહીશોએ કર્યો ચક્કાજામ

 

ભરૂચ ;ભરૂચના જંબુસર ચોકડીએ રેલવે ફાંટા નજીક બિસમાર રસ્તાના કારણે લોકોને હાલાકીઈનો સામનો કરવો પડતો હોવાની રાવ સાથે સ્થાનિક રહીશોએ ચક્કાજામ કર્યો હતો બાયપાસ ચોકડી પર રેલ્વે ફાટક પાસે પડેલ ખાડાને લઈને સ્થાનિકોને પડતી હાલાકીને લીધે રસ્તો રોકી ટ્રાફિક જામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં સ્થાનિક કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાળા,અબદુલ કામઠી, દયાદરાવલ હફેજી વગેરે   રસ્તાનો ખાડો પુરવા માગ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી.

આઈ.એન.બી ના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતાં આજ રોજ ઉશ્કેરાયેલા લોકોએ રસ્તા રોકી વિરોધ પ્રદર્શિત કર્યા હતો અને જો બે દિવસમાં ખાડો પુરી રસ્તો નહીં બનાવવામાં આવે તો સ્થાનિકો દ્રારા આર.એન.બી ઓફિસે તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભારે ટ્રાફિક જામ થઈ જતા ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્રારા જગ્યા પર પહોંચી ટ્રાફિક પુનઃ ચાલુ કરાવ્યો હતો.

(1:54 am IST)