વડોદરાના કારેલીબાગમાં પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂના 1104 પાઉચ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો
વડોદરા: શહેરના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પરથી પીસીબી પોલીસે વિદેશી દારૃના ૧૧૦૪ પાઉચ ભરેલો ટેમ્પો ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે વિદેશી દારૃ ભરેલો ટેમ્પો કારેલીબાગ પાણીની ટાંકી રોડ પરથી પસાલ થનાર છે.
જેના આધારે પીસીબી પોલીસે ઉપરોક્ત રોડ પર વોચ ગોઠવી દારૃ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડયો હતો. ટેમ્પામાંથી વિદેશી દારૃના ૧૧૦૪ પઉચ કિંમત રૃા. ૧,૧૦,૪૦૦ ના મળી આવ્યા હતાં. જેથી પોલીસે ટેમ્પો ડ્રાઇવર જયંત હનુંમંત કહાર (રહે. સવાદ ક્વાટર્સ હરણી વારસીયા રોડ) ને ઝડપી પાડયો હતો.
જ્યારે દારૃ સપ્લાય કરનાર દિલીપ ઉર્ફે દિપુ ગોપીચંદ શર્મા (રહે. સવાદ ક્વાટર્સ) તથા દારૃ મંગાવનાર બુટલેગર રવિ ધોબી (રહે. વુડાના મકાનમાં વાઘોડિયા રોડ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવતાં હતાં. પોલીસે દારૃ, ટેમ્પો અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૫.૧૨ લાખનો મદ્દામાલ જપ્ત કર્યો છે.