વડોદરામાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી યુવતીને ગર્ભવતી બનાવી ધમકી દીધી : ધરપકડ
કોઇને જાણ કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી તેઓને મારી નાંખીશ
વડોદરામાં લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી યુવતીને ગર્ભવતી બનાવાઇ, પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપતાં પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
વડોદરામાં પ્રેમજાળમાં યુવતી ફસાયા બાદ તેને લગ્ન કરવાની લાલચ આપી યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અવાર-નવાર દુષ્કર્મ આચરવાના કારણે યુવતી ગર્ભવતી બની હતી. 4 માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ,સચિન ઉર્ફ કરણ લગ્ન કરતો ન હતો.અને યુવતીને જણાવ્યું કે,જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ.અને તેઓને મારી નાંખીશ.ત્યારે પોલીસે પોક્સો સહિતની કલમ સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.