ગુજરાત
News of Friday, 22nd February 2019

બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ તૈયાર : તમામ જિલ્લા શિક્ષણધિકારીની કચેરીએ મોકલાઈ

વિતરણ કેન્દ્રો પર હોલ ટિકિટ મોકલ્યા બાદ વિદ્યાર્થીઓને અપાશે

અમદાવાદ :આગામી બોર્ડની પરીક્ષાને લઈ  શિક્ષણ બોર્ડે વિધાર્થીની હોલ ટીકીટ જાહેર કરી છે. જે હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની ઓફિસેથી રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસે મોકલી દેવાઇ છે. શિક્ષણાધિકારી હવે વિતરણ કેન્દ્રો પર હોલ ટિકિટ મોકલ્યા બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે

  આગામી માર્ચ 2019માં યોજનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર થઇ ગયું છે. માર્ચ 2019 બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં 7 માર્ચથી શરૂ બોર્ડની પરીક્ષા શરૂ થશે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની તારીખ જાહેર કરવામાં આવી છે

   અત્રે ઉલ્લેખનીય છે કે  રાજ્યમાં ચાલુ વર્ષે વિજ્ઞાન પ્રાવહમાં કુલ 1,57,160 વિદ્યાર્થીઓ નોધાયા જોકે ગત વર્ષે સાયન્સમાં 1,34,671 વિદ્યાર્થીઓ નોધાયા હતા.

(11:03 pm IST)