ગુજરાત
News of Friday, 22nd February 2019

ભરૂચના વરેડિયા નજીક ટ્રક પાછળ ટેમ્પો ઘુસી જતા બે લોકોના કમકમાટીભર્યા મોત

ભરૂચના વરેડીયા નજીક ટેમ્પો ટ્રક પાછળ ઘૂસી જતા બે ના કરૂણ મોત નિપજયા હતા.મળતી વિગતર મુજબ નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા ગામ નજીક આગળ ચાલી રહેલી ટ્રક પાછળ એક ટેમ્પો ઘૂસી જતા બે લોકોના ઘટના સ્સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

 મળતી વિગત મુજબ ને.હાઇવે પર ભરૂચના વરેડિયા ગામ નજીક આવેલી હોટલ બલવાસા સામે ટેમ્પો નંબર જીજે – ૧૬ – એયુ ૬૩૦૧ ના ચાલકે આગળ ચાલી રહેલી ટ્રક નંબર જીજે – ૧૨ – બીટી ૭૦૯૬ માં ટેમ્પો ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પોમાં બેસેલા બે ઇસમો કે જેના નામ સરનામા જાણવા મળ્યા નથી તેઓને થયેલી ગંભીર ઇજાઓના પગલે બંને ઇસમોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

  જ્યારે ટેમ્પો ચાલકને ઇજા થતા તેને ૧૦૮ દ્ધારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માતમાં મોતને ભેટેલા બંને ઇસમોના મૃતદેહને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(6:33 pm IST)