ગુજરાત
News of Friday, 22nd January 2021

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એડમિશન કરવાના બહાને ભત્રીજાના 3 લાખ પચાવી પાડનાર કાકા સહીત ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારના આનંદ નગરમાં રહેતા અંકિતાબેન વાઘેલા ખાનગી કંપનીમાં રિલેશનશિપ મેનેજર તરીકે નોકરી કરે છે વર્ષ 2016 દરમિયાન તેમને અભ્યાસ અને જોબ માટે કેનેડા જવાનો પ્રયાસ કર્યો હતો. અને તેમના કાકા હિતેશભાઈ કુબેરભાઈ ચૌહાણ (રહે -સંજયનગર, તુલસીવાડી, વડોદરા) થતા તેમના મિત્ર મુકેશભાઇ ભાઇલાલભાઇ પટેલ( રહે -ભરૂચ )નો સંપર્ક સાધ્યો હતો. તે દરમિયાન હિતેશભાઈ જણાવ્યું હતું કે કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીમાં બીકોમનું એડમિશન થઈ ગયું છે 

જે માટે 2 લાખ ભરવાના છે તેમ કહેતા મહિલાએ ટુકડે ટુકડે 3 લાખ રોકડા ચૂકવ્યા હતા ત્યારબાદ એડમિશન બાબતે શંકા જતાં મહિલાએ રૂપિયાની પરત માંગણી પરત કરી હતી જે રૂપિયા પણ તેઓ નહીં ચૂકવતા કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

(5:55 pm IST)