News of Friday, 22nd January 2021
બગોદરા:ધોળકા જીઆઇડીસી નજીક રાઈસ મિલમાં નોકરી કરતા શખ્સની બાઈક સ્લીપ થઇ જતા કમકમાટીભર્યું મોત
બગોદરા:ધોળકા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ખાનગી રાઈસ મીલમાં નોકરી કરતાં કામદાર જીતુભાઈ રાજુભાઈ વણજારા રહે.ધોળકાવાળા કંપનીનું બાઈક લઈને કામ અર્થે જઈ રહ્યાં હતાં તે દરમ્યાન પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતાં બાઈક પર કાબુ નહિં રહેતાં બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક સાથે રોડ વચ્ચે આવેલ ડિવાઈડર સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યું હતું જે અંગે રાઈસ મીલના માલીકે ધોળકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
(5:53 pm IST)