ગુજરાત
News of Friday, 22nd January 2021

રાજ્યના આઠ જિલ્લામાં ૯૮૭ હેક્ટરમાં નવી GIDCની જાહેરાત કરતા વિજયભાઈ રૂપાણી

નવી GIDC ના નિર્માણથી ૨૦,૦૦૦ થી વધુ નવી રોજગારી ઉપલબ્ધ થશે

અમદાવાદ :ગુજરાતમાં આઠ જિલ્લામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો (GIDC) સ્થાપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે .આ ૮ વસાહતોમાં મોરબી ખાતે આશરે ૫૦૦ હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક મોડલ એસ્ટેટ બનશે તેમજ દહેજ , સાયખા , અંક્લેશ્વર , હાલોલ , સાણંદ , વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી મોડલ એસ્ટેટ બનાવાશે.

રાજ્યની હયાત ૯ ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટીસ્ટોરી શેટ્સ - બહુમાળી શેડ બનાવવામાં આવશે . રાજ્યના પાંચ જિલ્લા વલસાડ , સુરત , ભરૂચ , વડોદરા અને અમદાવાદમાં ૩૬૦ નવા બહુમાળી શેડ નિર્માણ પામશે .

નવી જી.આઇ.ડી.સી. વસાહતો માં જલોત્રા - બનાસકાંઠાનો માર્બલ કટીંગ પોલીશીંગ ઉદ્યોગ શેખપાટ - જામનગરનો બ્રાસ ઉદ્યોગ , મોરબીના સિરામિક ઉદ્યોગ , કડજોદરા ગાંધીનગરના ફૂડ એગ્રો ઉદ્યોગ , પાટણનો ઓટો ઍસિલરી ઉદ્યોગ , નાગલપર રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ , આણંદ અને મહીસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે , આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ ઇ . સેક્ટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મીટરના ર ૫૩0 પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી પ ૦ હજાર ચોરસ મીટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે . નવી GIDC ના નિર્માણથી ૨૦,૦૦૦ થી વધુ નવી રોજગારી ઉપલબ્ધ થશે

(1:20 pm IST)