ગુજરાત
News of Friday, 22nd January 2021

નર્મદા જિલ્લામાં ભાજપ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત હાંસલ કરવા માઈક્રો પ્લાનિંગથી કામ કરી રહ્યું છે

રાજપીપળા પાલિકા ચૂંટણીમાં ભાજપ 18 બેઠકો સાથે બહુમત હાંસલ કરશે તેવી પેજ પ્રમુખોની બેઠકમાં આશા વ્યકત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ભાજપ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત હાંસલ કરવા તમામ બેઠકો પર પેજ પ્રમુખોની બેઠક કરી એક માઈક્રો પ્લાનિંગ થી આગળ વધી રહ્યું છે. ગત ટર્મ માં માત્ર રાજપીપલા નગરપાલિકાએ અને ગરુડેશ્વર તાલુકા એ જ લાજ રાખી હતી. ત્યારે નવા પ્રમુખ તરીકે ઘનશ્યામ ભાઈ પટેલે કાર્યભાળ સંભાળતા જ તેમની રાજકીય સુઝબુઝ થી ભાજપનું સંઘઠન મજબૂત કરી રહ્યા છે ત્યારે પેજ પ્રમુખોની બેઠકોમાં જરૂરી કામગીરી સોંપી પરિણામ લક્ષી કામગીરી કરવા કાર્યકરોને સૂચના આપી હતી.

 રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીમાં આ વર્ષે ફરી 17 થી 18 બેઠકો સાથે ભાજપ બહુમત હાંસલ કરશે એવો વિશ્વાશ કાર્યકરોએ વોર્ડ નંબર 6 ની પેજ પ્રમુખોની બેઠક માં વ્યક્ત કર્યો હતો.
 સામાન્ય રીતે પેજ પ્રમુખો ની બેઠક માં વોર્ડના પેજ પ્રમુખો અને કાર્યકરો હોય છે ત્યારે ભાજપ નો ગઢ ગણાતો વોર્ડ 6 માં પેજ પ્રમુખોની બેઠક યોજાઈ જેમાં સાંસદ મનસુખ વસાવા, ભાજપ ઉપ પ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, પૂર્વ મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા,વોર્ડ 6 પ્રભારી મનીષાબેન ગાંધી, યુવા ભાજપ શહેર મંત્રી કુલદીપસિંહ ગોહિલ સહીત મોટી સંખ્યા માં આગેવાનો હાજર રહ્યા હતા.
 વોર્ડ 6 ની 4 બેઠકો ભાજપ પાસે અકબંધ રહે અને આજુબાજુના વોર્ડના ભાજપના ઉમેદવારોને પણ મદદ કરવાની સાથે પાલિકા પર સત્તા હાંસલ કરવાની વાત  સાંસદ મનસુખભાઇ વસાવા અને અનિરુદ્ધસિંહ ગોહીલે કરી હતી. જોકે વોર્ડ 6 માં સૌથી વધુ કાર્યકરો ની હાજરી થી વિરોધી જૂથો ને એક શક્તિ પ્રદર્શન બતાવી ભાજપે લલકાર ફેંક્યો છે ત્યારે યુવા ભાજપ મંત્રી કુલદીપસિંહ ગોહિલે જાહેરમાં પોતાના પ્રવચન માં આ ચાર બેઠકો અકબંધ રાખવા સાથે રાજપીપલા પાલિકામાં 17 થી 18 બેઠકો પર ભાજપ ના ઉમેદવારો જીત મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કરી જણાવ્યું હતું કે ગત 2015 માં ભાજપે 16 બેઠકો જીતી હતી અને સત્તા હાંસલ કરી હતી. 2021 માં ગત ટર્મ કરતા બે સીટ વધુ જીતવાનો પ્રયત્ન કરીશું તેવી વાત કરી હતી.

(12:47 am IST)